Home> Entertainment
Advertisement
Prev
Next

દીપિકા પાદુકોણે પોતાના હાથે હૃતિકને ખવડાવી ચોકલેટ, વાયરલ થયો VIDEO

ઇન્સ્ટાગ્રામ પર વાયરલ વીડિયોમાં હૃતિક રોશનને ફેવરિટ હિરોઇન દીપિકા પાદુકોણને Death By Chocolate કેક ખવડાવી છે

દીપિકા પાદુકોણે પોતાના હાથે હૃતિકને ખવડાવી ચોકલેટ, વાયરલ થયો VIDEO

નવી દિલ્હી : હાલમાં સોશિયલ મીડિયા ટ્રેન્ડ લિસ્ટમાં દીપિકા પાદુકોણ (Deepika Padukone) અને  હૃતિક રોશન (Hrithik Roshan)નું નામ જોવા મળ્યું છે. આ બંને સ્ટાર્સે સાથે કોઈ ફિલ્મ સાઇન નથી કરી પણ તેમનો એક વીડિયો ટ્રેન્ડ થઈ રહ્યો છે જેમાં હૃતિક પોતાના હાથે દીપિકાને ચોકલેટી કેક (death by chocolate) ખવડાવતો નજરે ચડે છે. આ પછી બંને કેમેરાને સાથે પોઝ આપે છે. હકીકતમાં દીપિકાએ થોડા દિવસ પહેલાં નિવેદન આપ્યું હતું કે વોર (WAR) ફિલ્મમાં હૃતિક બિલકુલ 'Death By Chocolate'  કેક જેવો લાગે છે. આ કારણે રોહિણી ઐયરની હાઉસ પાર્ટીમાં હૃતિકે પછી દીપિકાને આ ખાસ કેક ચખાડી દીધી છે. 

દિગ્ગજ અભિનેતા ડો. શ્રીરામ લાગુનું નિધનઃ સમગ્ર ફિલ્મ ઉદ્યોગ શોકમગ્ન

આ પાર્ટીમાં અનિલ કપૂર, યામી ગૌતમ, રવીના ટંડન, કાર્તિક આર્યન, અનન્યા પાંડે, ભુમિ પેડનેકર, રાધિકા આપ્ટે, તબ્બુ, તાપસી પન્નુ, પૂજા હેગડે, નુસરત ભરૂચા અને આયુષ્યમાન ખુરાનાની પત્ની તાહિરા કશ્યપ પણ હાજર હતા. થોડા દિવસ પહેલાં ચર્ચા હતી કે દીપિકા અને હૃતિક બંને મેગા બજેટ ફિલ્મ રામાયણમાં સાથે કામ કરતા જોવા મળશે. જોકે ફિલ્મના ડિરેક્ટર નિતેશ તિવારીએ આ વાતનું ખંડન કર્યુ છે. 

અસંખ્ય ભૂમિકાઓ ભજવ્યા બાદ પણ 69 વર્ષના રજનીકાંતની એક ઈચ્છા હજુ અધુરી..... જાણો

દીપિકાની આગામી ફિલ્મ 'છપાક'માં એક એસિડ હુમલાની પીડિતાના જીવનને રજૂ કરવામાં આવશે અને તે લોકો માટે તે એક પ્રેરણા છે જેણે આ પ્રકારની સ્થિતિનો સામનો કર્યો છે. મેઘના ગુલઝાર દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ 10 જાન્યુઆરી 2020ના રિલીઝ થશે. હાલમાં જ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More